STORYMIRROR

Margi Patel

Classics Inspirational

3  

Margi Patel

Classics Inspirational

બે વાક્યો ગીતા ના...

બે વાક્યો ગીતા ના...

1 min
7.6K


અજ્ઞાની ને પણ કરી દે જ્ઞાની...

એટલી તાકાત છે ગીતામાં...


ખરાબ માણસ ને પણ લઇ આવે રસ્તા પર...

એટલી તાકાત છે ગીતામાં...


ફળની ચિંતા ના કર કર્મ કર,

મળશે તને જીવનમાં સફળતા...

એ સમજાવે છે ગીતામાં...


કદમ કદમ પર ચાવી બતાવે છે, જિંદગી જીવવાની...

એટલી સમજણ છે ગીતામાં...


જીવનનો પૂરો નિચોડ છે ને જીવનનો સરવાળો છે....

એટલી શક્તિ છે ગીતામાં...


મુશ્કેલીનો દરેક હલ છે,

છે દરેક સવાલો...

એટલાં જવાબ છે ગીતામાં....


જે થયું એ સારું જ થયું, જે થશે એ પણ સારું જ થશે...

એટલું શીખવે છે ગીતામાં...


લાલચ, લોભ, ઈર્ષાથી પરે કરે છે આપણે ને...

મહત્વની શિખામણ છે ગીતામાં...


કૃષ્ણ ને અતિવર્ણીય, પદોરૂપી, અવિનાશી, ભહ્મરુપેણી, પરમેશ્વર વિદ્યા છે આપણી...

વિદ્યાનો ખજાનો આપ્યો છે ગીતામાં....



Rate this content
Log in

Similar gujarati poem from Classics