Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

બદલાવ

બદલાવ

1 min
313


કેવી રીતે હું સંભાળું અઢળક મારા કામ ?

આ કામ, તે કામ, આરામ થયો હરામ.


કરું કંઇક ને થઈ જાય કંઇક ટેન્શન આવે માથે;

મારું કામકાજ હું જ સાચવું, કોઈ નથી મારી સાથે.


સવાર પડતાંની સાથેજ ચાલું થાય દિવસની ભાગદોડી;

સાંજ સુધી દોડધામમાં ઘસાઈ ગઈ મારી મોજડી.


હાશ આવ્યું આ લોકડાઉન ને થયું ઘરેથી કામ;

મારાં કામ સચવાઈ ગયાં જાણે મને મળી હામ.


હવે તો ઘરની સાથે ઓફિસની જવાબદારી;

નિષ્ઠાપૂર્વક પૂર્ણ થાય છે, જીંદગી લાગે પ્યારી.


આવજાવની મગજમારીમાંથી મલી ગયો છુટકારો,

મુલાકાત કમ્પ્યુટ માં થવા માંડી, મલ્યો મને હાશકારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational