Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Padmaxi

Inspirational

3  

Patel Padmaxi

Inspirational

બાળપણાની વાત

બાળપણાની વાત

1 min
233


બાળપણાની જયારે જયારે થાય ને વાત,

સખી ત્યારે અચૂક આવે તારી મીઠી યાદ.


એકમેકના હાથોમાં આંગળાને પરોવી,

જોર-જોરથી હલાવતાં જવાની મધૂરાત.


આંબાની ડાળ પર બાંંધેલા હીંંચકે ઝૂલવું,

કાંંટાળી બોરડીના ખટમીઠાં બોરની ભાત.


ખેતરો ને વાડીએ આખો દિવસ રઝળવું,

પડવું, આખડવું,ધમાચકડીનો ઝંઝાવાત.


પરસેવે રેબઝેબ કરતો ઉષ્ણ ઊનાળો,

ગુલાબી ઠંડી અને રગદોળતો વરસાદ.


પેન, પેન્સિલ, રબર અને સંચા સંગાથે,

પાંચીકા, સાગરગોટી અને રમકડાં હૈયાત.


મસ્ત મજાની રમતોમાં મ્હાલતાંં મનડાંં,

ઘર-ઘર રમવાની પહેલી થતી શરૂઆત.


ખળખળાટ હસવું તો કયારેક ધોધમાર રડવું,

લડી-ઝઘડી ફરી ભેળાં થઈ જવાની રજૂઆત.


ના ભૂલાય, ના ભૂંંસાય એ મધુર પહોરોને,

કદી ના ભૂલાય સખી તારી સ્નેહ સૌગાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational