બાળકોને મજા પડી
બાળકોને મજા પડી
મજા પડી, મજા પડી, બાળકોને કેવી મજા પડી,
બાગ બગીચા ખૂલી ગયા, બાગ બગીચા ખૂલી ગયા,
રમવાની કેવી મજા પડી, મજા પડી મજા પડી,
કપરો કાળ હવે પૂરો થશે, સંકટ સમય પણ દૂર થશે,
હવે ફરવાની મજા પડી, બોલો કેવી મજા પડી,
મજા પડી, મજા પડી, બાળકોને કેવી મજા પડી,
સ્કૂલ કોલેજો ખૂલી ગયા, સ્કૂલ કોલેજ ખૂલી ગયા,
ભણવાની કેવી મજા પડી, શીખવાની મજા પડી,
મજા પડી મજા પડી, બાળકોને કેવી મજા પડી,
સવાર સવારે બગીચામાં, સાંજે પણ ઉપવનમાં,
સંતાકૂકડી ને પકડાપકડી, રમવાની કેવી મજા પડી,
મજા પડી મજા પડી બાળકોને કેવી મજા પડી.
