બાળક બની જુઓ
બાળક બની જુઓ


રહસ્ય જિંદગીનું જાણવા ક્યારેક બાળક બની જુઓ.
સરળતાને સત્યને પામવા ક્યારેક બાળક બની જુઓ.
નથી હોતી શિશુમાં કિન્નાખોરી કે છેતરવાની કળા કશી,
મનને નિર્મળને શુદ્ધ રાખવા ક્યારેક બાળક બની જુઓ.
રમો એ રમત તમે જે બાળપણમાં રમ્યા હતા અતીતે,
વ્યવહારના ટેન્શનને ભૂલવા ક્યારેક બાળક બની જુઓ.
લાધશે તમને અસલિયત માનવજીવનની બાળક થતાં,
મનમાં ભોળપણને સ્થાપવા ક્યારેક બાળક બની જુઓ.
અરે ! માત્ર યાદ બાળપણની તમને તાજગી આપનારી,
ઉપકાર માબાપના સમજવા ક્યારેક બાળક બની જુઓ.