STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational

4  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational

અત્ર તત્ર સર્વત્ર "નારી"

અત્ર તત્ર સર્વત્ર "નારી"

1 min
411

યુદ્ધ મેદાન હોય પછી ઘર સંસાર હોય,

બની ઝાંસીની રાણી એ લડતી આવી છે.

કંઇક કેટલાંય દુઃખના દરિયામાં તે ડુબતી,

પોતાના સૌ કોઈને સદા તારતી આવી છે.

હા, એ નારી છે જે બધું કરતી આવી છે.


અનુભવે છે પીંજરામાં અસ્તિત્વ પોતાનું,

આઝાદીની લહેર લેવા લડતી આવી છે.

ઉદ્યોગ જગતમાં પણ નારીનો છે પેશારો,

ઘર, ઓફિસ બધું એ સંભાળતી આવી છે.

હા, એ નારી છે જે બધું કરતી આવી છે.


સદા ઘુંઘટની ઓટમાં રહી જે સમાજમાં,

કુળની માન, મર્યાદા સાચવતી આવી છે.

દુઃખના કેટલાંય ઘૂંટડાઓ પી પોતે અહીં,

સૌને સુખી રાખવાનું કામ કરતી આવી છે.

હા, એ નારી છે જે બધું કરતી આવી છે.


હતી કેવી મજા એ બાળપણની ભોળી,

બેઠી બેઠી કર્યા કરે સ્મરણો પોતાના જ.

જ્યારથી આવી છે જવાબદારી આ માથે,

હાશકારો નથી કરી શકી શાંતિથી હું એકલી.

હા, એ નારી છે જે બધું કરતી આવી છે.


જીવનનું આપી બલિદાન, વિચાર્યું હિત સૌનુ,

નથી કાઢ્યો જેને સમય કદી પોતાના માટે અહીં.

તોય કદી સાંભળી લેવું પડે છે સૌનું મેણું,

ચૂપચાપ બેસી રહી જોવ છું જીવન આ મુજનું.

હા,એ નારી છે જે બધું કરતી આવી છે.


એક સાંધુ ત્યાં તેર તુટે, આમ જીવન ગાળ્યું છે,

સિંચી મહેનત,બે-બે કુળ ઉજળા કરતી આવી છે.

આ નારી એક છે,જેના પાત્ર જગતમાં અનેક છે.

તોય "પ્રવાહ" એ બધામાં નિપુણ થતી આવી છે.

હા, એ નારી છે જે બધું કરતી આવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from ધારા આહીર "પ્રવાહ"

Similar gujarati poem from Inspirational