STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અતીતનો એકડો ક્યાં સુધી ઘૂંટિશ?

અતીતનો એકડો ક્યાં સુધી ઘૂંટિશ?

1 min
485

અતીતનો એકડો ક્યાં સુધી ઘૂંટ્યા કરીશ ?

કંઈક નવું સર્જન કર,

સર્જક બની જા,

અતીત છે નકામા ઘાસ જેવું,

રૂંધી નાખશે આશાનાં છોડનો વિકાસ,

આ ઘાસનું નિંદામણ કરતો જા,


અતીતના ભોંયરામાં ક્યાં સુધી ભ્રમણા કરીશ ?

બહાર નીકળી જા,

સફળતાનો સૂરજ છે તારી રાહમાં,

મનની બારી ખોલતો જા,

અતીત તો છે જિંદગીનાં મુસાફરીમાં બિનજરૂરી સામાન,

બસ એનો નિકાલ કરતો જા,

હૈયાનો ભાર તારો હળવો કરતો જા,


અરે આ વૃક્ષ પણ પીળા પડેલા પાનનો ત્યાગ કરે છે,

તું પણ કંઈક શિખ ને,

અરે તું તો માનવ જાત,

ઈશ્વરનું અમૂલ્ય સર્જન,

બસ આ વેદનાઓને દરિયામાં ડૂબાડી દે,


આ અતીતને ભોંયમાં ભંડારી દે,

બસ જીવનની સુંદર ઈમારતનો પાયો નાખી દે,

બસ જીવનને આજની ક્ષણોમાં શણગારી દે,

ભૂતકાળનો કૂવો ક્યાં સુધી ખોદયા કરીશ ?

શું નીકળશે વેદનાઓ સિવાય?


બસ ઈશ્વરની રહેમતની વર્ષાથી,

હૈયાની જમીનને હરિયાળી બનાવતો જા,

પસાર થઈ ગયેલો સમય ફરી આવવાનો નથી,

એનો વિલાપ શા માટે ?

ગઈ ગુજરી ભૂલી જા,

આજમાં જીવી જા,

મળેલી તક ને સુંદર તકદીરમાં ફેરવતો જા,

તું જ તારા ભાગ્યનો વિધાતા બનતો જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational