અસ્કુટ.
અસ્કુટ.
જિંદગી હતી એક વેરાન રણ,
તું આવી ને હૃદય શેડાઈ ગયું ...
સરૂ જેવું લીલું વાવી દીધું છે,
નર્યા રણને તેં છલકાવી દીધું છે.
પવન ને ફૂલનો સંબંધ શું છે ?
વિશ્વાસ કે ખીલવા દેશે તે અમાપ,
શ્રાવણનાં સરવરિયા તુજ પ્રેમે,
નામ તારું હૈયે ત્રોફાવી દીધું છે.
હેતની હેલી થઈ વરસજે હવે ?
ધોવાઈ તારા થવાનો મુકામ છે.
તારા મૌનને હૈયે વસાવી લીધું છે,
અસ્કુટ અરજ ક્યારેક કાને પડશે,
પ્રવાસી આપણે પળ બે પળના,
સમયનું ચક્કર તેં ક્યાં દોડાવ્યું છે ?
વિરહની લાંબી રાતને વિસરાવી છે,
હૈયું ઢંઢોળી પ્રેમે તરસ તૃપ્ત કરાવ.
જિંદગી હતી એક વેરાન રણ,
તું આવી ને હૃદય શેડાઈ ગયું ...
શબ્દ સૂચિ :- અસ્કુટ = ઉદ્ગાર કાઢવો, રડવું, રુદન, આક્રંદ, આંસુ સારવાં, વિનવણી કરવી, આરડવું, ઘોષણા કરવી.

