અશ્રુ
અશ્રુ
અશ્રુ રેલાઈ ગયા પછીનું હાસ્ય
જાણે વરસી ગયેલા વાદળોનો ઉજાસ લાગે.
સ્વપ્નની રાખ પણ સાથે વહી રહી હશે
એમને એમ અશ્રુ ખારા ન લાગે.
સંબંધોને સંવેદનાની દોરીથી જકડી રાખે
હૈયાને હાથમાં રાખી, આંખો જો બોલવા લાગે.
હૈયાના દીપકને ઠારવા આંખોમાંથી મલ્હાર વહે
જાણે અશ્રુઓનો ઉમટેલો સેલાબ લાગે.
રંગબેરંગી સપનાઓથી સૃષ્ટિને ભર્યું છે નયનોમાં
અંધ આંખોને હવે તે નયનોનો ભાર લાગે.