STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

અર્પણ

અર્પણ

1 min
325

હદય એક ખૂણે

અબાધિત અધિકાર એનો

એ ભૂલવાબંધ દ્વારો કર્યા.


માથે મણ મણના તાળા

સ્મૃતિપટથી પર કબ્જો હટાવવા

કર્યા અઢળક પ્રયત્નો


પણ એ હઠીલી યાદો

તો કરી સર્વસ્વ અર્પણ

અકિંચન યાચક બની

દ્વાર પર માથા પછાડતી


એ નિર્મોહી ભૂલી ગયો

જઈ દરિયાપાર

ન ચિઠ્ઠી ન સંદેશ

ન કોઈ વાતચીત


ન પાછા ફરવાનો અણસાર

છતાં આ હદય ક્યાં સમજે ?

એતો આજ પણ

એ નામ પર ધડકે

એક નિઃશ્વાસ સાથે 


ધીરેધીરે આંખો વાટે

ઈચ્છાઓ કુદી પડી

લાખ સમજાવી

પણ જીદ ન છોડી

આ જીવન તો બસ

એને જ અર્પણ


Rate this content
Log in

Similar gujarati poem from Romance