અર્ધી આઝાદી
અર્ધી આઝાદી
ગુલામીનાં દિવસોમાં તરફડતું હિંદુસ્તાન.
આઝાદીનાં દિવસોમાં રઝળવું હિંદુસ્તાન.
ગયા વર્ષોની ગુલામી તો આઝાદી જેવી લાગી
આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી
ગયા વર્ષોનાં દિવસોમાં રંગ ભેદભાવ હતો
આજની આઝાદીમાં ઊંચ-નીચનો ભેદભાવ જોયો.
ગુલામીનાં દિવસોમાં 'એકતા'થી આઝાદી મેળવી.
આજનાં આઝાદીનાં દિવસોમાં 'એકતા' ગીરવે મૂકી દીધી.
ગુલામીનાં દિવસોમાં ભૂખ ને પણ ભૂંડી માની.
આઝાદીનાં દિવસોમાં ભરપેટે પણ 'ભૂખ' લાગી.
ગુલામીનાં દિવસોમાં 'શિક્ષણ' વિદેશી રહ્યું,
આઝાદીનાં દિવસોમાં ઘર આંગણે 'અભણ' દેખાયું.