અફસોસ
અફસોસ
કોઈ અફસોસ નથી મને તમને પ્રેમ કર્યાનો,
મે તમને પ્રેમ કર્યો છે ને કરતી રહીશ,
વફાદારી મે મારી જાતે મારી નક્કી કરી છે,
મે ક્યા કીધું તને તું પણ વફાદાર રે',
મે વચન આપ્યું છે તને જિંદગીભર સાથ નિભાવીશ તારો,
તને ક્યાં કહ્યું છે તું પણ વચન આપ મને,
મે ક્યાં કહ્યું મારી સાથે સંબંધો રાખી ને બીજાનો સાથ છોડી દે,
હું તો તારા દરેક સંબંધો સાથે તને સ્વીકારવા તૈયાર છું,
મને નથી અફસોસ કે તે મને સાચો પ્રેમ નથી કર્યો,
અફસોસ તો છે કે હું તને પૂરો મારો કરી ના શકી,
અફસોસ હું જીવી ના શકી તારી સાથે છેલ્લા શ્વાસ સુધી,
અફસોસ ..અફસોસ ...અફસોસ !

