કદાચ
કદાચ
1 min
156
કદાચ એ સમય ફરી આવે જ્યાં મારુ નાનપણ વિત્યું,
કદાચ એ સમય હું ફરી જીવું જ્યાં મારા મિત્ર હતા,
કદાચ એ ઘરમાં હું ફરી યાદ ને તાજા કરી શકું,
કદાચ આજ ફરી એક બેફિકર જિંદગી જીવી શકું,
કદાચ ફરી હું મારી મા સાથે લાડથી રહી શકું,
કદાચ એ મારા ભાઈ જોડે તકિયાની લડાઈ કરી શકું,
કદાચ આજ પણ હું મારા મનનું ફરી કરી શકું,
કદાચ મારા પાપાના માથામાં ફરી કોમળ હાથે તેલ નાખી શકું,
કદાચ ફરી મમ્મી ભૂખ લાગી છે જમવા આપ જલદી કહી શકું,
કદાચ ફરી મારી જિદ પૂરી ના થતા પગ પછાડીને જતી રહું,
કદાચ પહેલાંના દિવસો પાછા લાવી શકું,
કદાચ......
મોનિકા "એક આશ"
