હા હું પુરુષ છું
હા હું પુરુષ છું
હું પુરુષ છું પણ પડકાર છું, દિલનો હું રણકાર છું,
થોભી જાવ તો નદી છું, ધ્રૂજી જાવ તો સાગર છું,
આંખોમાં ઉકળતી આશ છું પૂરી થતી તારી ઈચ્છા છું
સમજો તો દિલનો દિલાસો છું ના સમજો તો ચટ્ટાન છું.
ઊભો રહી જાવ તો છત્ર છું, ખસી જાવ તો થતો વંટોળિયો છું,
પુરુષ છું એટલે કડક મિજાજ છું પણ દીકરી પાસે પ્રેમાળ પિતા છું,
યુવાનીમાં ભલે દૂર રહેતો છોકરો છું પણ મા બાપની ઘડપણની લાકડી છું,
લાગણીનો હું ભંડાર છું પણ ના દેખાડા તો એક સારો છું,
જોશો જો ઊંડાણ મારી આંખોમાં
તો વહેતા ઝરણાંની હોડ છું,
હા હું પુરુષ છું એટલે જ તો કહેવાતો નિર્દય છું. હા હું પુરુષ છું.
