કાળની થપાટ
કાળની થપાટ
કરી કુદરત સાથે રમત કુદરતે પણ આપ્યો વળતો જવાબ
કાળ બનીને આપી કાળની થપાટ,
ખેંચ્યા પાણી ધરતીનાં બનાવી કમજોર એની કુખ
આપ્યો વળતો જવાબ ધરતી ધ્રુજી થયો ધરતીકંપ
કાળ બનીને ફરી આપી કાળની થપાટ,
ઝાડ કાપ્યા કરી ઉજ્જડ ધરા ઓછા થયા વરસાદ પાણી,
આપ્યો વળતો જવાબ આગ વરસાવી આકાશે આપી ગરમી અપાર,
કાળ બનીને ફરી આપી કાળની થપાટ,
કર્યું વાતાવરણ પ્રદુષિત ફેલાવ્યો હવામાં ઝેરી વાયુ,
આપ્યો વળતો જવાબ વાવાઝોડું બનીને ત્રાટક્યું બધે,
કાળ બનીને ફરી આપી કાળની થપાટ,
પર્વત તોડ્યા બનાવી ઈમારતો ઝરણાના બદલ્યા રસ્તા,
આપ્યો વળતો જવાબ જ્વાળામુખી બની ફાટ્યો દાવાનળ,
કાળ બનીને ફરી આપી કાળની થપાટ.
