છળ કપટ ભર્યા રૂપિયા
છળ કપટ ભર્યા રૂપિયા
1 min
219
આતો કેવી દોડ પૈસા પાછળ ભાગતો માણસ રે
કોઈ રૂપિયાની તોલે ના આવતું રે,
છળ કપટથી ભરી આ દુનિયામાં
કોઈ ના ઓળખાય કોણ છે આપણું રે,
ચહેરા પર ચહેરો લગાવી ફરતો માણસ
ના કોઈ ઓળખાય કોણ છે સાચું કોણ છે ખોટું રે,
છેતરપિંડી ભરેલો માણસ છતા બાહ્ય દેખાવ સજ્જનનો
મોંમા રામ બગલમાં છૂરી એ જ એની સાચી ઓળખ રે,
બોલી એની અમૃતવાણી હૃદય હલાહલ ઝેર
કેવી રીતે ઓળખું હે પ્રભુ થોડું સાચું આપ જ્ઞાન રે.
