STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અપેક્ષાઓએ સતત રડાવ્યા

અપેક્ષાઓએ સતત રડાવ્યા

1 min
23

ઝાઝી અપેક્ષાઓએ સતત રડાવ્યા છે,

આ લાગણીઓએ પણ ખૂબ બચાવ્યા છે,


જિંદગીની પરીક્ષાઓ આમ ક્યાં સહેલી છે !

કંઈક પામવા જિંદગીએ સૌને ભગાવ્યા છે,


સાચો પ્રેમ જિંદગીમાં ક્યાં મળે છે કદી !

જોને પ્રેમ કરનારને કેટલા તડપાવ્યા છે !


ફૂલો તો મૃત્યુ પામીને અત્તર થઈ ગયા છે,

જોને કાંટાઓને લોકોએ કેટલા વગોવ્યા છે,


ખાલી આવ્યાં અને ખાલી જવાનાં સૌ,

પણ તોયે આ જિંદગીએ કેટલા દોડાવ્યા છે !


એમ ક્યાં સહેલું છે સઘળાં બંધનો તોડવાનું !

જોને આ જિંદગીએ કેટલા હંફાવ્યા છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational