અન્યનું જીવન તું અવસર કર
અન્યનું જીવન તું અવસર કર
મળ્યો છે માનવ દેહ તો કદર કર,
દુઃખી લોકો પર તું એક નજર કર,
લોકોના હૈયે તારું નામ રહે,
જીવનની એવી તું ડગર કર,
ફગાવી દે દુઃખને તું ઊંડા દરિયામાં,
જિંદગીની સુખદ એવી તું સફર કર,
કરી લે દુનિયામાં તું એવા નેક કામ,
લે પ્રેમથી સૌના હૈયે તું ઘર કર,
માનવતાના કાર્યો કર્યે જા તું
દુનિયામાં નામ તું અમર કર,
દુઃખીયાનો બેલી બની જા તું
લોકોના જીવનનું સુંદર ઘડતર કર,
જીવનમાં દુઃખોનો તાપ તું ઝીલી લે,
અન્યનું જીવન તું અવસર કર,
ફોડી દે અહમની મટકી તું,
જીવન લોકોનું મનહર કર.
