STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

અંતરનો અવાજ

અંતરનો અવાજ

1 min
12.9K


છાની રાખો વાતડી

ભવભવની બાંધી પ્રિતડી

ટૂટી મારી નિંદરડી

જોઈ રહી વાટલડી

————————–

વાતડીમાં માલ નહી

પ્રીતડી છુપાય નહી

નિંદરડી રીસાઈ નહી

વાટલડી ખૂટી નહી

————————–

મૌનને ધારણ કરી

પ્રીતનો પાલવ પકડી

નિંદરમાંથી જાગી ગઈ

વાટલડી વળી ગઈ

——————————

મૌન સમજાવી ગયું

પ્રીત પરખાવી ગયું

સપનું સજાવી ગયું

અંતરમાં ઉતરી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational