અંતર્મુખી
અંતર્મુખી


નહીં થાય લક્ષ્યપ્રાપ્તિ અંતર્મુખી થયા વગર.
નહીં થાય સુખને શાંતિ અંતર્મુખી થયા વગર.
બહારની દુનિયા છે કેવળ માયાનું આવરણ,
નહીં થાય ભેંટ હસ્તિ અંતર્મુખી થયા વગર.
હિસાબો છે સંસારે બધા પૈસા તણા આખરે,
નહીં થાય પ્રાપ્ત કશ્તિ અંતર્મુખી થયા વગર.
મકસદ માનવ જીવનનો શિવ સાથે ભળવાનો,
નહીં થાય કદીએ પ્રગતિ અંતર્મુખી થયા વગર.
એક અવતારમાં લખચોરાસી ટાળવાનો હેતુ,
નહીં થાય બદલાવ પ્રકૃતિ અંતર્મુખી થયા વગર.