STORYMIRROR

sonu sonanu

Inspirational

3  

sonu sonanu

Inspirational

અંતર મંતર

અંતર મંતર

1 min
187

અંતર મંતર જંતર આ છે જીવનનું ભણતર,

વિદ્યારૂપી ધન મેળવવા ભણવું પડે ભણતર,


હિસાબોના ઠેલા મૂકી કરો અગણિત કર્મ,

વિચારોના પોટલાં છોડી કરો સાચું ગણતર,


આપી ટેકો આધાર જેવો ડગમગવું નહીં,

આંધી તોફાન સામે ટકી રહે એવું કરો ચણતર,


કર્મનો સિદ્ધાંત કહે છે કરો તેવું જ પામો,

ઓછું કરી વધારે આશાએ ના મળે કોઈ વળતર,


કરે કુંભાર માટલાને હજારો મારી ટપલી,

બસ એવી જ અદાથી કરવું જાદુ ભર્યું ઘડતર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational