અંતિમ રાત્રી
અંતિમ રાત્રી
શું સાચે હશે આ અંતિમ રાત્રી ?
થતી નથી પુરે પુરી એ ખાત્રી.
ખોટી ચિંતા શીદ ને કરતો ફરે,
પ્રભુને જે કરવું હશે તે કરશે.
પણ જે કરશે તે સારું જ કરશે,
આ અચલ વિશ્વાસ મને ધરજે.
હર રાત પછી સોનેરી સવાર,
દૂર થશે બધો ધોર અંધકાર.
ખરી હકીકત સામે આવી જશે,
હારેલી બાજી પણ જીતી જવાશે.
