STORYMIRROR

Kiran piyush shah "kajal"

Thriller

3  

Kiran piyush shah "kajal"

Thriller

અનંતની યાત્રા

અનંતની યાત્રા

1 min
192

વારંવાર પોટલાં બાંધુ

વારંવાર એને છોડું,

કયાંક કશું ભૂલાતું નથી ને ?

કંઈ રહી નથી જતું ને ?


ગણી ગણી યાદ કરી બધું ભર્યું,

જન્મથી અત્યાર સુધીની યાદો,

કડવાં, મીઠા સંસ્મરણો,

લીધા દીધાંની અનેક માનસિક નોંધો

વાંધાવચકા

રીસામણા મનામણા

સુખ દુઃખ સધળું તો બાધ્યું,


પણ...આ બધું સાચે 

સાથે આવશે... ?

કે આ પણ

આ ઘર,

સ્વજનો 

અને માયા, મમતાની જેમ

બધુંય અહીં જ,


હા ! જાણું છું ખાલી હાથ આવ્યા,

કોરી પાટી હતાં

તો... 

જવાનું પણ ખાલી જ હાથ

બની કોરી પાટી,


તો આ મારું પોટલું 

મારું સર્વસ્વ ..

એ પણ અહીં જ છોડવાનું,


અનંતની યાત્રાએ..

બસ ...

આમ જ ચાલવાનું ?


લ્યો, મેલ્યું બધું 

અહીંનું અહીં જ...


બસ સ્મરણ એક નામ હવે

ધરું ધ્યાન ને કરું 

હરિ.. હરિ.. 

બસ હરિ નામ 

સાચું સ્મરણ હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Thriller