STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

અમે

અમે

1 min
346

હરિ તારામાં રહીએ મશગૂલ અમે,

ના કરતા ચર્ચા કશીએ ફિઝૂલ અમે,


ઉપકાર તારા અબ્ધિવાસી અઢળક,

ના ચૂકવી શકનારાં એનાં મૂલ અમે,


સંસારની આંટીઘૂંટી હોય અટપટીને,

તોય તારા નામે સાવ હળવાફૂલ અમે,


ચૂંટીચૂંટીને તું હરિવર અપનાવજે કદી,

તારા જીવનબાગનાં ખિલતાં ગુલ અમે,


આમ તો હસ્તિ અમારી નહિવત લાગે,

તારા થકી જ રહેનારા પાવરફૂલ અમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational