અમાસની અજવાળી રાત
અમાસની અજવાળી રાત
આસો વદની રાત આવી
સૌના જીવનમાં ખુશી લાવી
આવી આવી અમાસની અજવાળી રાત....!
ઘેર ઘેર દીવડા પ્રગટાવો
અમાસની રાતે અજવાળાં કરો
આવી અમાસની અજવાળી રાત...!
આંગણે આસોપાલવના તોરણ બંધાવો
ખુશીઓની મોંઘેરી સોગાદ લાવો
આવી આવી અમાસની અજવાળી રાત...!
સાત સાત રંગોની રંગોળી પુરાવો
અન્યના જીવનમાં ખુશીના રંગો ભરો
આવી આવી અમાસની અજવાળી રાત...!
ઘરમાં સાફ સફાઈ આજ કરાવો
ગરીબના જીવનમાં પણ દીવડા કરો
આવી આવી અમાસની અજવાળી રાત...!
મીઠાઈ ને નવી વાનગીઓ બનાવો
આજે સૌને મોં મીઠું કરાવો
આવી આવી અમાસની અજવાળી રાત...!
