STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Classics Others

અલગારી પાગલપન

અલગારી પાગલપન

1 min
239

મોજથી મહાલવા તું એકલો ચાલી શકે એવી કેડી લેજે,

ને હોય જો પ્રીતનો મારગ તો એક જોખમ ખેડી લેજે !


ને જ્યારે ખાતરી થાય કે દુન્યવી વસ્ત્રો ઉતરી ગયા છે,

એ શાશ્વત અનાવૃત્તતા ઓળખીને તું આકાશ ઓઢી લેજે !


ને ગજા બહારનો વરો તો મારી નાખશે જીવતે જીવંત,

જ્યાં સુધી પગ પહોંચે, ત્યાં સુધીની એક પછેડી લેજે !


ને ટોળા વચ્ચે પગ તળેથી સરકવા માંડે જો આ ધરા,

સમયસૂચકતા વાપરી, જાતને ત્યાંથી ખસેડી લેજે !


સ્થૂળ તો થશે સઘળું સાબિત આખરે માયા આ સંસારે,

બારીકથી પણ બારીક જો પરખાય,એ દૌલત ભેગી લેજે !


ને ઓળખ ભીતરના શત્રુઓની થઈ જાય જ્યારે સહજ,

ત્યારે અહમના અભેદ કિલ્લાને જાગરણથી ઘેરી લેજે !


પછી સ્વના "પરમ" સામ્રાજ્યનો કરીને તું રાજ્યાભિષેક,

કાયમ માટે એક અલગારી "પાગલ" પનને પહેરી લેજે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics