અજબ છે જિંદગીની માયાજાળ
અજબ છે જિંદગીની માયાજાળ
આ બનાવટી દુનિયા,
ને જેમાં ભલભલા ફસાયા.
અજબ છે જિંદગીની માયાજાળ...
જ્યાં પોતાના જ રડાવે,
ને મીઠી બોલીમાં ફસાવે.
અજબ છે જિંદગીની માયાજાળ...
લાગણી વગરના સંબંધો જોવાય,
ને તેમાં સૌ કોઈ ઘવાય.
અજબ છે જિંદગીની માયાજાળ...
પીઠ પાછળ રમાય રમતો,
ને પોતાના સાથે થાય શરતો.
અજબ છે જિંદગીની માયાજાળ...
પોતાના માટે સમય નથી,
ને મા-બાપ માટે પૈસા નથી.
અજબ છે જિંદગીની માયાજાળ...
પોતાને સમજે છે મહાન,
ને અન્યનું હણે છે સ્વમાન.
અજબ છે જિંદગીની માયાજાળ...
સદગુણોનો થયો નાશ,
ને મૂલ્યોનો થયો હ્રાસ.
અજબ છે જિંદગીની માયાજાળ.
