STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

અજાણી છોકરી

અજાણી છોકરી

1 min
267

આખ્ખે આખું દિલ હરી ગઈ એક અજાણી છોકરી,

જીવનમાં ઉત્સાહ ભરી ગઈ એક અજાણી છોકરી,


નૈનથી નૈન જ્યાં મળ્યાં અંતરે આનંદ આચ્છાદિત,

આવીને ભરવસંતે ખરી ગઈ એક અજાણી છોકરી,


દ્વય અધરોષ્ઠ એના આકર્ષક ગયાં ઉરમાં એ વસી,

કામણ કેટકેટલાં એ કરી ગઈ એક અજાણી છોકરી,


ખંજન ગાલના મનોહર હૃદય ધબકાર ચૂકાવનારા,

જેને જોતાં આંખ કેવી ઠરી ગઈ એક અજાણી છોકરી,


મધુર ઘંટડી સમા અવાજે નામ મારું જ્યાં લીધું,

યાદ કરવાની આપી ખાતરી ગઈ એક અજાણી છોકરી,


પાય નૂપુરને કેડ કંદોરો ફૂલ ગુલાબ જ્યાં વેણી,

એ પણ સ્મરણો કેવાં ધરી ગઈ એક અજાણી છોકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance