અહી આવ અહી રોજ મહેફીલ મળે છે
અહી આવ અહી રોજ મહેફીલ મળે છે


અહીં આવ અહીં રોજ મહેફિલ મળે છે
તારા વિના અહીં રોજ ક્યાં મળે છે,
કયા સપના બાકી કયા સપના પુરા
રાતો બધાને ક્યાં રોજ મળે છે
અહીં આવ અહીં રોજ મહેફિલ મળે છે,
આમ આકાશે મીટ માંડી કા ઊભી છે તું
નીચે જો અહીં ખરતા તારા રોજ મળે છે
અહીં આવ અહીં મહેફિલ રોજ મળે છે,
કારણ ના પૂછીશ કારણ નથી કઈ
બધા જેવા છે એવા મળે છે
અહીં આવ અહીં મહેફિલ રોજ મળે છે,
સલામ નમસ્તે ને પાછું દંડવત
કશું ક્યાં અહીં કોઈ દિલથી કરે છે
અહીં આવ અહીં મહેફિલ રોજ મળે છે,
કોઈ ફરિયાદ નહીં કંઈ કે'વાનું નહીં
અહીં સૌ દિલથી દિલને મળે છે
અહીં આવ અહીં મહેફિલ રોજ મળે છે.