અગ્નિ
અગ્નિ


પાંચ તત્વો થકી સૃષ્ટિ બની,
ભલે લાગે આ વાત પુરાની.
આદિ અનાદી કાળથી ચાલે,
વેદપુરાણ એ વાત બોલે.
સંસાર ચક્ર એથી ચાલતું,
સૌ કોઈ આ વાતને જાણતું.
જળ વાયુ ધરતી આકાશ,
અગ્નિ, જેનાથી થતો વિકાસ.
અગ્નિતત્વ છે કલ્યાણકારી,
લગ્ન હવનમાં એ જરૂરી.
એની સમક્ષ ફેરા લેવાય,
સાત જન્મોના સંગાથ થાય.
પોષણ કામે પ્રથમ સ્થાન,
બનાવે જે સ્વાદિષ્ટ વ્યજંન,
વાનગીઓ અને પકવાન,
એ બધી જ છે અગ્નિની દેન.
માનીયે તેમને ભગવાન,
નિત કરીયે એમને નમન.
તેની સાથે ન રમત રમાય,
નહી તો કિસ્મત બદલી જાય.