અધૂરપ
અધૂરપ
પરિવાર માટે સર્વસ્વ દે તરછોડી,
જેના આધારે જીવનચક્ર ચલાડી,
પરિવાર વિના જીવનમાં અધૂરપ હંમેશા !
માથે જવાબદારીનો બોજ ઉપાડી,
હસતાં હસતાં ચલાવે ઘરની ગાડી,
પરિવાર વિના જીવનમાં અધૂરપ હંમેશા !
જેના થકી જીવનમાં ખુશી અનેરી,
જેના વિના જિંદગી લાગે અધૂરી,
પરિવાર વિના જીવનમાં અધૂરપ હંમેશા !
જગમાં પરિવારની જોડી મધૂરી,
પરિવાર વિના ખુશી જ અધૂરી,
પરિવાર વિના જીવનમાં અધૂરપ હંમેશા !
જ્યાં મળે સુખની મીઠી છાંયડી,
રહે સંગાથે હોય તડકી છાંયડી,
પરિવાર વિના જીવનમાં અધૂરપ હંમેશા !
