STORYMIRROR

ALKA J PARMAR

Inspirational Others

4  

ALKA J PARMAR

Inspirational Others

અડગ મનનો માનવી

અડગ મનનો માનવી

1 min
306

મહેનત કર્યા વગર જિંદગીમાં કંઈ પ્રાપ્ત થતું નથી,

ઊંઘતો માણસ હંમેશા ઊંઘતો જ રહે છે એ કંઈ પામતો નથી,


મહેનત કરવાથી જ ફળ મળે છે વિના મહેનત કંઈ મળતું નથી,

જે કરે મહેનત તે સર્વ સુખ પામે તે ઈશ્વરનો ન્યાય ખોટો નથી,


જિંદગીમાં તારું લક્ષ્ય નિર્ધારિત કર,

મારગ છે તારો કઠિન તું લક્ષ્ય પ્રાપ્ત કર,


હિમાલય સર કરવા નિશ્ચિત થવું પડે,

એટલાજ અડગ મનથી શિખર પર પહોંચવું પડે,


જે નિર્ણય કરે અડગ મનથી તે કદી પાછો પડે નહી,

જિંદગીમાં આગળ વધવા કર મહેનત તું કદી ડરીશ નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational