Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

અચાનક

અચાનક

1 min
139


મધ્ય રાત્રીએ અચાનક ઊંઘ ઊડી ગઈ

આંખ ખોલી જોઉં તો

અંધકારને બદલે ચોપાસ ઉજ્જ્વળ પ્રકાશ

આહહહ ! મનના તરંગોને શાંત કરતો અલૌકિક પ્રકાશ

ને 

ઝીણા મોરલીના સૂર,


રાતનો ઉદ્વેગ જાય ભાગ્યો

મનમાં આનંદની લહેરો

મન કહે હરિ તું આસપાસ છે

તારા વગર 

ચમત્કાર ક્યાં શક્ય છે ?


આંખો ચોળી તને શોધું

પ્રકાશમય વાતાવરણ

આંખોય પૂરી ન ખૂલ્લી.

ન દેખાયો તું.. 

કદાચ કરમ...

હરિ હરિ ક્યાં છો તમે ?

મારા શ્વાસ કહે છે તું જ છે.

તો

અડચણ કેમ ? 

અચાનક આવી ચોંકાવી.. 


કાયમ તું કહે હરિ આવો ને..

આવો ને હૃદયમંદિરમાં બિરાજો. 

તો લે આવી ગયો.. 

તો હવે.. 

મને પ્રકાશમાં

મોરલીના સૂરમાં

કે

મોરપીંછ માખણમાં ન શોધ

હું છું કણકણમાં

દરેકના હૃદયમાં

તો મને ભીતર શોધ...

તને મળીશ જ.. 


અચાનક તંદ્રા તૂટી..

પ્રકાશ ભીતર સમાયો

છતાં..

ચોપાસ પ્રકાશ જ પ્રકાશ

હરિ સાથે મિલનનો.. 

અલૌકિક મિલન. 

બરાબર ને મનવા ?


Rate this content
Log in