Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

અબોલ પ્રેમ

અબોલ પ્રેમ

1 min
244


ન કહેવા છતાં સમજી મારી લાગણી,

પુરી કરે છે તું સતત મારી માગણી,

આ તો કેવો અબોલ પ્રેમ તારો !


હું માંગુ ને આપે એ રીત તો સૌની,

પણ માગ્યા વિના પીરસે એ રીત અનોખી,

આ તો કેવો અબોલ પ્રેમ તારો !


જિંદગીની મઝધારે રાહબર બની રહે,

પંથ પર આવતા કાંટા પળમાં દૂર કરે,

આ તો કેવો અબોલ પ્રેમ તારો !


લાગણીશુન્ય બની સૌ જ્યાં છેતરાય,

ત્યાં તારી લાગણીની મહેક પથરાય,

આ તો કેવો અબોલ પ્રેમ તારો !


ડગલે ને પગલે જ્યાં રોજ મળે કાંટા,

એમાં તું ફુલ બનીને મને મહેકાવે,

આ તો કેવો અબોલ પ્રેમ તારો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational