અભિવ્યક્તિ
અભિવ્યક્તિ
એક નજર એવી મળી,
નજરોથી નજર મળી,
હૈયે વસેલા પ્રેમની,
અભિવ્યક્તિ પણ ના કરી શકી !
વરસતા વરસાદે પણ,
પ્રેમથી હૈયું ભીંજવી દે,
એ ભીંજાતા હૈયામાં,
સ્પંદનો જગાવી દે,
આજ પ્રેમરસના વરસાદમાં,
ભીંજાઈ જવાય દે,
બસ નજરોથી નજર,
મિલાવી દે.

