અભિસારિકા...
અભિસારિકા...


કોણ જાણે કેમ આટલી વિહ્વવળ થઈ રહી છું...?!
તારામાં સમાઇ જવા માટે...!
એક અદમ્ય ખેંચાણ થાય છે કે જાણે... લાગે છે કે હું,
નિશ્ચેતન અવસ્થામાં પડી છું સાવ નિર્વસ્ત્ર-
અને તારા હાથ ધીરે-ધીરે સરકી રહ્યા છે...
મારા શરીર પર...
ઉપરથી નીચે સુધી....
તારો ભાર અનુભવાય છે મને... મારા શરીર પર...
તારા શરીરના સ્પર્શને મારુ શરીર વાચા આપે છે...
અને હું કવિતાના શબ્દોની જેમ...
મારા હોઠ તારા હોઠ પર ગોઠવતી જાઉં છું...
અને તું મને મારાંમાંથી જ ઉલેચવા લાગે છે... અને હું ખાલી થતી જાઉં છું..
મારો વેદનાથી કણસવાનો અવાજ..
અને તારા શ્વાસ-ઉચ્છવાસ...
અચાનક તું ઠલવાઇ ગયો આખે-
આખો મારામાં...
થોડી વારમાં મારા શરીર પરનો ભાર હળવો થયો...
અને હું ફરીથી નિશ્ચેતન અવસ્થામાં પાછી ફરી...
સાવ નિર્વસ્ત્ર...!