Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mr.Pratik Nakum

Inspirational

3.8  

Mr.Pratik Nakum

Inspirational

"અભિમાન"

"અભિમાન"

1 min
23.6K


હોય ભલે ગમે તેટલા અમિર, 

પરંતુ સમય તો રોકી શકવાના નથી, 

તો પછી તમને શાને આટલું અભિમાન છે ?


પૃથ્વી પર જન્મ લેનારા બધા,

પામવાના છે મૃત્યુ એ નિશ્ચિત છે,

તો પછી તમને શાને આટલું આભિમાન છે ?


અહીં તો મોટી મોટી હસ્તીઓ,

રાખમાં ભળી ગઇ,

તો પછી તમને શાને આટલું અભિમાન છે ?


પોતાની અમીરી ઉપર અહંકાર કરનારા.

પળભરમાં ચકનાચૂર થઈ ગયા,

તો પછી તમને શાને આટલુ અભિમાન છે ?


બીજા ને બરબાદ કરવામાં,

અહીં પોતે બરબાદ થઈ ગયા,

તો પછી તમને શાને આટલું અભિમાન છે ?


બીજા ને છેતરવામા લોકો પોતે જ,

પાયમાલ થઈ ગયા અહીં,

તો પછી તમને શાને આટલું અભિમાન છે ?


પોતાને જ બધુ સમજનારા,

પોતાનું જ અસ્તિત્વ ખોઈ બેઠા અહીં, 

તો તમને શાને આટલુ અભિમાન છે ?


જિંદગી આખી બીજાને દુશ્મન બનાવવામાં

ખુદજ બધાના દુશ્મન થઈ ગયા અહીં,

તો પછી તમને શાને આટલું અભિમાન છે ?


શક્તિશાળી માનવ પણ,

પરાસ્ત થઈ ગયો અહીં,

તો પછી તમને શાને આટલું અભિમાન છે ?


અરે ના ચાલ્યું અહીં સ્વયં,

"રાજા રાવણ"નું પણ અભિમાન,

તો પછી તમને શાને આટલુ અભિમાન છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational