STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

આવ્યો શિયાળો

આવ્યો શિયાળો

1 min
835

આવ્યો શિયાળો ઠંડી લઈને

સાથે લાવ્યો બંડી લઈને


ટાઢથી બચવા વહેલા ના ઊઠીએ

ઘરે ઘરે જઈ પાણી ગરમ કરીએ


હાથમાં ને પગમાં મોજા અમે પહેરીએ

શિયાળાની વાનગી અમે ખાઈએ


જલદી જલદી નિશાળ અમે જઈએ

કસરત કરીને અંગોને સાચવીએ


ઉની ઉની વાનગી ખાવી અમને ગમે

સાથે સાથે યોગ કરવા ગમે


આવ્યો શિયાળો ઠંડી લઈને

અડધીયા ને સુખડી લઈને


વહેલી સવારે દોડવા અમે જઈએ

તન મન ધન ને દિલ થી સાચવીએ


પાકા ને મીઠા બોર અમે ખાઈએ

ઉતરાયણ નો ઉત્સવ અમે ઉજવીએ


આવ્યો શિયાળો ઠંડી લઈને

ખુશ રહેવાની મૌસમ લઈને


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children