આવ્યા તહેવાર
આવ્યા તહેવાર
આવ્યા તહેવાર આવ્યા તહેવાર
ખુશીઓ સાથે આવ્યા તહેવાર,
ચોમાસાના મહિના ચાર
લાવે તહેવારો ભારો ભાર,
તહેવારોની આ છે મજા
પડે છે શાળાઓમાં રજા,
વાદળો છલકે વરસાદ આપવા
નદીઓ છલકે પાણી સાચવવા
આવ્યું ચોમાસુ ચારેકોર,
નદી સરોવર છમ છમ થાય
ધરતી જાણે લીલીછમ થાય
આવ્યું ચોમાસુ ચારેકોર,
ખેતરમાં ધાન્ય ઊગ્યું
ખેડૂત પામ્યા ધન્ય ધરા
આવ્યું ચોમાસુ ચારેકોર,
નાચે મોર ને કરે કિલ્લોલ
ખુશી ખુશી મનોમન
આવ્યું ચોમાસુ ચારેકોર.
