STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

આવું કેમ થાય છે

આવું કેમ થાય છે

1 min
173

વૃક્ષોનું થઈ રહ્યું છે નિકંદન

માનવતામાં ઘટી રહ્યા છે સ્પંદન

આવું કેમ થાય છે કહેજે તું મને...!


મા-બાપ ધકેલી દે વૃદ્ધાશ્રમમાં

કૂતરા બિલ્લી કારમાં ફરે છે

આવું કેમ થાય છે કહેજે તું મને...!


ભાઈ ભાઈ સંપત્તિ કાજે લડતા

જીવનભર અલગ અલગ થઈ ફરે છે,

 આવું કેમ થાય છે કહેજે તું મને...!


પ્રકૃતિનો કરી સાવ વિનાશ

ઓકિસજનની શોધમાં ફરે છે

આવું કેમ થાય છે કહેજે તું મને...!


સંતાન સુખ માટે ઈશ્વરને આજીજી કરે

એ જ સંતાન છોડી સંપત્તિ કાજે ભટકે છે

આવું કેમ થાય છે કહેજે તું મને...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational