Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આવશે જરૂર

આવશે જરૂર

1 min
221


કનૈયાને સહુ સાદ કરો એ આવશે જરૂર,

જન્માષ્ટમીનું કારણ ધરો એ આવશે જરૂર,


શણગારો શેરી ગલીને સૌ ચોકને ઉત્સાહથી,

વળી સજાવો તમારાં ઘરો એ આવશે જરૂર,


અંતરમાં પારાવાર સ્નેહ પાથરો કૃષ્ણ કાજે,

નૈનમાં તમે પ્રેમાશ્રુઓ ભરો એ આવશે જરૂર,


ગોપીભાવ હૈયે પ્રગટાવો માખણમિસરી લાવો,

રાધા બનીને પ્રતિક્ષા કરો એ આવશે જરૂર,


આર્તનાદથી એને પોકારો વાટ જોવાનું વિચારો,

એના વિયોગમાં તડપાવો એ આવશે જરૂર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational