STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

આવો

આવો

1 min
395

કવર કરતાં નથી માથું, હવે જોખમ સુધી આવો,

કઠણ હૈયે સમયને સાચવી ગમ સુધી આવો.


ખબર નોતી અહીં આફત મળી જાશે નજર મળતાં,

કદી પાસે નજર આવી અહીં સમ સુધી આવો.


ભરમ પાળ્પો ખુશી મળશે નસીબે એ નથી મારા,

પછી તોડી કરીને લે હવે તો અમ સુધી આવો.


સુમન સંગ કાંટા પણ મળી જાતા ચલાવ્યું છે,

ફરિયાદો કરી કોને કહું આગમ સુધી આવો.


હવે ચાલી જવું આરામ છોડી, આવશોને ત્યાં ?

ફરક પડતો નથી કંઈ હવે જો યમ સુધી આવો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance