STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

આવી વસંત

આવી વસંત

1 min
211

ખાલી પડેલા બાંકડામાં, આજ એક હલનચલન થઈ,

કીડી મંકોડાની લંગર, બાંકડા પરથી પસાર થઈ,


ખાલી ખાલી બાંકડા ને ખાલી ખાલી બગીચો,

કોણ જાણે કેમ આજે જલ્દી પાનખર થઈ,


નથી ખર્યા પાંદડા ને નથી ખરી ડાળીઓ,

વસંતની આ સુંદર ઋતુમાં કેમ જલ્દી પાનખર થઈ,


જીવંત કરીએ આ બાંકડા ને આ બગીચાને,

એકબીજાની સાથે, કીડી મંકોડા એ મસલત કરી,


એટલામાં બે વડીલોએ બાંકડે જમાવટ કરી, 

સાથે ચાર ચાર ટાબરિયાઓ એ બગીચે રમત કરી,


હસી પડ્યાં કીડી મંકોડા, બાંકડેથી ખસી ગયા,

જીવંત થયો બગીચો ને, કરમાયેલા ફૂલો પણ ખીલી ગયા !


Rate this content
Log in

Similar gujarati poem from Drama