STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આવી દિવાળી

આવી દિવાળી

1 min
429

એકમેકને નિહાળી હૈયું હરખે, માનો કે આવી ગઈ દિવાળી. 

અવગુણ ત્યજીને ગુણને પરખે, માનો કે આવી ગઈ દિવાળી. 


પ્રકાશ જ્ઞાનનો સૌના જીવનમાં રહે સહજ પથરાઈ પ્રયત્ને,

માનવતા દેખી સૌનાં મુખ મલકે, માનો કે આવી ગઈ દિવાળી. 


હોય ભલેને અમાવસ્યા આભમાં ઘનઘોર કાળી અંધારીને,

તોય ધરામાં રોશની જ્યાં ઝબકે, માનો કે આવી ગઈ દિવાળી.


દિવસ અંતિમ વરસ તણો કરીએ હિસાબ કરેલી ભૂલોનો,

સુધારી સ્નેહે લઈ જીવન મરકે, માનો કે આવી ગઈ દિવાળી.


નવલા વરસના આગમનને નવલાં સંકલ્પોથી સજાવીએ,  

મધુવેણ સૌના મુખેથી વરસે, માનો કે આવી ગઈ દિવાળી! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational