આવ તું!
આવ તું!
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
મારા જીવનમાં આશા પ્રગટાવી આવ તું!
હેત તુજ હૈયાનાં સ્હેજે છલકાવી આવ તું!
હાજરી તારી હરપળ નાવીન્યને બક્ષનારી,
મુજ મનને રખેને તારાથી હરખાવી આવ તું!
જાગતી ઝંખના કેવી મનભરી નિહાળવાની,
મનહર સ્મિત તારું સન્મુખ રેલાવી આવ તું!
થાય અંતર આચ્છાદિત તુજ સ્મરણ આવતાં,
સ્પંદનો નિતનવાં ઉરે આજે જગાવી આવ તું!
નથી કામના કશીએ તુજવિણ અવર પામવા,
સર્વસ્વ સર્વાધિક સમર્પિત શણગારી આવ તું!