STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આતુર છે

આતુર છે

1 min
15

આતુર છે હરિ મુજ નયન તને નીરખવાને,

આતુર છે હરિ મુજ શ્રુતિ તને સાંભળવાને.


જન્મોજન્મની ઝંખના રહી મારી હરિવર,

આતુર છે હરિ મુજ ચરણ ત્યાં પહોંચવાને.


નથી રંગરાગ માયાના પ્રભાવિત કરનારાને,

આતુર છે હરિ મુજ મન તુજને મળવાને.


વાતો કરી દુન્વયીને મુખ પણ થાકી જનારું,

આતુર છે હરિ મુજ જીહ્વા તુજને રટવામાં.


નથી સંતુષ્ટિ થતી કરીને કામ જગત તણાં,

આતુર છે હરિ મુજ કર તુજને ભેંટવામાં.


કેવળ પંપ બની રક્તનું પરિભ્રમણ ના કરે,

આતુર છે હરિ મુજ ઉર તુજનામે ધડકવામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational