આશા
આશા
ડર.. ડર.. ડર..
ડરશો નહિ,
આપણે અહીં જ હશું,
રોજ મળશું,
ગપસપ કરશું,
મજાક કરશું,
હસશું આનંદમાં
કારણ, આપણે
જરૂરી લાગ્યું તે જ કર્યું
માસ્ક સામાજિક અંતર
વારંવાર હાથ ધોયા
ગર્દીમાં ના ગયા,
સૌને માટે રોજ પ્રાર્થના કરી,
મારો દેશ, રાજ્ય, શહેર,
ગલી, પરિવાર સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરી,
એ એળે ના જાય,
એ મદદમાં હશે જ, કોઈપણ રૂપે,
સાથે ને સાથે મારો આત્મા,
એજ પરમાત્મા.
સૌને તંદુરસ્ત રાખજો પ્રભુ.
