આનંદથી કરી તો જો
આનંદથી કરી તો જો
ઈશ્વર નિર્મિત દુનિયા સુંદર સોહામણી
એથી વિશેષ મળી જિંદગી મનુષ્ય તણી
આ જીવનની મુસાફરી આનંદથી કરી તો જો...!
સૂરજ ચંદ્ર ને ઊંચા ગગનમાં તારા શોભે
એના થકી ગગનની સુંદરતા નિખારે
આ જીવનની મુસાફરી આનંદથી કરી તો જો...!
ઝાડ પાનને ઊડતા વિશાળ પતંગિયા
ટમટમ કરતા શોભે આ તારલિયા
આ જીવનની મુસાફરી આનંદથી કરી તો જો...!
પ્રેમ થકી સૌ લાગે સ્નેહીજન વ્હાલા
જીવનમાં એથી જ સુખના દન ભરેલા
આ જીવનની મુસાફરી આનંદથી કરી તો જો...!
પ્રેમથી ભરેલું મળ્યું સૌને હૈયું
એના વિના મનુષ દિલ અધૂરું
આ જીવનની મુસાફરી આનંદથી કરી તો જો...!
ખળખળ વહેતા સુંદર ઝરણાં
એને માણીએ સૌ હળીમળીને મનવા
આ જીવનની મુસાફરી આનંદથી કરી તો જો...!
આ જીવન નૈયા સુખથી હાલકડોલક થતી
ઈશ્વર સંગ શ્રદ્ધાથકી મનગમતી બનતી
આ જીવનની મુસાફરી આનંદથી કરી તો જો...!
