આનંદ
આનંદ
1 min
23.6K
સત, ચિત્તને આનંદ મળીને બને છે ઈશ,
એમાં સદાય થઈને રાજી એ રમે છે ઈશ,
નથી વિરોધી આનંદનો અધ્યાત્મ જગતે,
ક્રમે ક્રમે એમાં જ આગળ વધે છે ઈશ,
નિજાનંદ, પરમાનંદ, બ્રહ્માનંદ રૂપ એનાં,
સચ્ચિદાનંદ સ્વરૂપે સહુને ગમે છે ઈશ,
આનંદ નથી હોતો કદી પરિસ્થિતિજન્ય,
સ્વસ્થ મનોદશામાં હંમેશા વસે છે ઈશ,
ચિત્તની પ્રસન્નતા પરમાત્માની હાજરીને,
પ્રસન્ન રૂપે પરમેશ ખુદ જ તમે છે ઈશ.