આંખોને હરિયાળી ગમતી
આંખોને હરિયાળી ગમતી
હરિતવરણી આ ધરતી આંખે શીતળતા ભરતી,
ચમક ભરી સિમેન્ટ કોંક્રિટ ગુણ એવાં ના ધરતી !
પંખીને રહેઠાણ પથિકને આપે છે વૃક્ષ વિસામો,
ઉજાડી વૃક્ષોને શહેરી કરતાં વિકાસના કામો !
હશે જો હરિયાળી તો વરસાદ એ લાવે તાણી,
સિમેન્ટના જંગલના તળમાં કેમ ઉતરશે પાણી !
વૃક્ષો આપે રાતદિવસ શુદ્ધ હવા શ્વસનને કાજ,
અઘીકતમ વાયુ દૂષિત કીધો ઉદ્યોગોએ આજ !
સમય હજી હાથે આપણે ભૂલ સુધારી લઈએ,
ઘરઘરનાં આંગણ જઈ રૂડા વૃક્ષો વાવી દઈએ !
